મારા સ્વપ્નનું ભારત - 12

  • 1.7k
  • 926

પ્રકરણ બારમુ બેકારીનો સવાલ એક પણ સશક્ત પુરુષ અથવા સ્ત્રી કામ અગર ખાધા વગર રહે ત્યાં સુધી આરામ કરવાની અથવા પેટ ભરીને જમવાની આપણને શરમ આવવી જોઈએ. ૧ પોતાની મરજીથી નહીં પણ સંજોગોને વશ થઈને દિવસના સરેરાશ માંડ પાંચ કલાક કામ કરતી પ્રજાની કલ્પના કરો એટલે તમારી આગળ ભારતનું ખરું ચિત્ર ખડું થશે. વાચકે સાચા ચિત્રની કલ્પના કરવી હોય તો તેણે શહેરની ધાંધલ અથવા કારખાનામાં કામ કરતા મજૂરોનો પીસી નાખનારો થાક અથવા ખેતરો પર કામ કરતા મજૂરોની ગુલામી વગેરે મનમાંથી કાઢી નાખવાં જોઈએ. એ તો હિંદના માનવસમુદ્રમાં બિંદુ સમાન છે. તેણે હિંદનાં હાડપિંજરોની કલ્પના કરવી હોય તો તેની એંસી ટકા