પ્રકરણ દશમુ મજૂરો શું પસંદ કરશે ? હિંદુસ્તાનની આગળ અત્યારે બે માગ્ર છેઃ૧. કાં તો પશ્ચિમનું ધોરણ દાખલ કરવું, એટલે કે ‘બળિયાના બે ભાગ’, એ સૂત્રને સ્વીકારવું. એટલે હથિયારબળ એ સાચું ; સાચું એ જ હથિયારબળ એમ નહીં. ૨. અને કાં તો પૂર્વનું ધોરણ માન્ય રાખવું. તે એ છે કે ધર્મ ત્યાં જ જય, સાચને આંચ જ નથી. નબળા સબળા બધાને ન્યાય મેળવવાનો એકસરખો હક છે. મજૂરવર્ગથી આ પસંદગીની શરૂઆત થવાની છે. મજૂરો મારફોડ કરીને વધારો મેળવી શકે તો તે મેળવે ? ગમે તેવો તેમનો હક હોય તેમ છતાં તેઓનાથી મારફોડ તો થાય જ નહીં. મારફોડ કરીને હકો મેળવવાનો રસ્તો