મારા સ્વપ્નનું ભારત - 7

  • 1.6k
  • 896

પ્રકરણ સાતમુ ઉધોગવાદનો શાપ જેને એક છેડે ભૌતિક સમૃદ્ધિ માટેની અતૃપ્ત મહત્વાકાંક્ષા છે અને બીજે છેડે તેમાંથી પરિણમતું યુદ્ધ છે એવી આ સંસ્કૃતિ તરફ શંકાની નજરે જોતો અને ઉતરોતર વધતો જતો એવો જાગ્રત વર્ગ છે. પણ એ સંસ્કૃતિ સારી હોય કે ખોટી, હિંદનું ઉધોગીકરણ પશ્વિમની રીતે શા માટે કરવું જોઈએ ? પશ્વિમની સમસ્કૃતિ શહેરી છે. ઈંગ્લંડ કે ઈટાલી જેવા નાના દેશો તેમની પદ્ધતિઓને શહેરી બનાવે તે પરવડે. આછી વસ્તીવાળા અમેરિકા જેવા મોટા દેશને પણ એમ જ કરવું પડે. પણ ગીચ વસ્તીવાળા વિશાળ દેશને, જેની પ્રાચીન પ્રણાલિકાઓ ગ્રામીણ છે અને જે તેને આજ સુધી ઉપયોગી થતી આવી છે,તે દેશે પશ્વિમના નમૂનાનું