મારા સ્વપ્નનું ભારત - 6

  • 2k
  • 1.2k

પ્રકરણ છઠ્ઠુ ભારત અને સામ્યવાદ મારે કબૂલ કરવું જોઈએ કે આજ લગી બૉલ્શેવિઝમનો અર્થ હું પૂરો જાણી નથી શક્યો. પણ જે હું જાણું છું તે પ્રમાણે એમ છે કે ખાનગી મિલકત કોઈને હોય નહીં, પ્રાચીન ભાષામાં વ્યક્તિગત પરિગ્રહ ન હોય. આ વસ્તુ જો સહુ પોતાની ઈચ્છાએ કરે તો એના જેવું રૂડું કંઈ જ નથી. પણ બૉલ્શેવિઝમમાં બળાત્કારને સારુ સ્થાન હોય એમ જોવામાં આવે છે. બળાત્કારથી ખાનગી મિલકત જપ્ત કરવામાં આવી છે ને હજુ બળાત્કારે તેનો કબજો સંસ્થાન રાખે છે. જો આ હકીકત બરાબર હોય તો મારો દ્રઢ વિશ્વાસ છે કે આ બળાત્કારે સધાયેલો વ્યક્તિગત અપરિગ્રહ દીર્ધકાળ સુધી નભવાનો નથી. બળાત્કારથી