પ્રકાશકનું નિવેદન આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ પહેલવહેલી નામથી ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ને રોજ બહાર પડી હતી, જે દિવસ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં અનોખું મહત્વ ધરાવે છે. પહેલી આવૃતિ માટે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે જે પ્રેરણા-દાયી ઉપોદ્ઘાત લખ્યો હતો તેનો સમાવેશ આ ગુજરાતી સંસ્કારણમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકના મહત્વ પર તે સારો પ્રકાશ પાડે છે. શ્રી આર. કે. પ્રભુએ આ પુસ્તકમાં ગાંધીજીના તથા માં આવેલા લેખો અને ભાષણોમાંથી તથા તેમનાં લખાણોના બીજા સંગ્રહોમાંથી ઘણી કુષળતાપૂર્વક સંગ્રહ કર્યો છે. અને ગાંધીજી સ્વતંત્ર ભારત માટે પોતાના ઘરની બાબતોમાં તથા બીજા દેશો સાથેના સંબંધમાં કેવા વર્તનની આશા રાખતા હતા તેની કલ્પના આપવાનો પ્રયત્ન કર્યો