મંગળ પ્રભાત - 6

  • 1.6k
  • 798

(6) ૧૧. સર્વધર્મસમભાવ - ૨ તા. ૩૦-૯૦-’૩૦ મંગળપ્રભાત આ વિષય એવો અગત્યનો છે કે એને જરા અહીં લંબાવું છું. મારો કેટલોક અનુભવ આપું તો સમભાવનો અર્થ કદાચ વધારે સ્પષ્ટ થશે. જેમ અહીં તેમ ફિનિક્સમાં પણ પ્રાર્થના રોજ થતી. તેમાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી હતા. સદ્‌ગત રુસ્તમજી શેઠ અથવા તેમના ફરજંદ ઘણી વાર હાજર હોય જ. રુસ્તમજી શેઠને ‘મને વહાલું વહાલું દાદા રામજીનું નામ’ બહુ ગમતું. મને સ્મરણ છે તે પ્રમાણે એક વેળા મગનલાલ કે કાશી એ અમને બધાંને ગવરાવતાં હતાં. રુસ્તજી શેઠ ઉલ્લાસમાં બોલી ઊઠ્યા : “ ‘દાદા રામજી’ને બદલે દાદ હોસ્મઝદ ગાઓની.” ગવરાવનારે ને ગાનારે આ વિચાર સાવ સ્વાભાવિક હોય