વસુધા - વસુમાં - પ્રકરણ-124

(44)
  • 3.3k
  • 1
  • 1.9k

વસુધા હવે "વસુમાં તરીકે આખા પંથક શું રાજ્યભરમાં પ્રખ્યાત થઇ ગઇ છે. વસુધાની ઊંમર સાથે અનુભવ અને માન સન્માન વધી રહ્યા છે. વસુધાએ સમયની સાથે સાથે તાલ મેળવી આખા રાજ્યભરમાં શ્વેતક્રાંતિ સર્જી દીધી હતી અનેક ગામ, તાલુકો ડેરીઓની સ્થાપના થઇ ગઇ હતી. એની આ શ્વેતક્રાંતિની તપસ્યાનાં પરિણામ રૃપે આખાં ભારતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદનવાળુ (ગુજરાત) રાજ્ય બનેલું અનેક ઘરનાં ખર્ચ દૂધમાંથી નીકલી રહેલાં દૂધ ઉત્પાદનને કારણે લગ્નો વટવ્યવહાર દીકરીઓનાં કરીયાવર અને પ્રસંગો ઉકલી રહ્યાં હતાં. ગામે ગામ સહકારી મંડળીઓ, દૂધમંડળીઓ ખૂબ સફળતાપૂર્વક કામ કરી રહી હતી. નારી ઉત્થાનનું કાર્ય વસુધાએ પાર પાડી દીધુ હતું ઘર ઘરમાં વસુધાની છબી લટકવા માંડી