વાદળછાયાં દિવસો ●●●●○○○○●●●●○○○○ અશ્ર્વિનીબહેનનો ઉચાટ હજી શમ્યો નહોતો ,એ પોતાનાં તોરમાં જ બબડ્યાં "હવે શું કરવું? એ લોકો અહીં આવીને લઈ જશે આપણી દીકરીને? એને નુકસાન કરશે? સાકરમાએ એમને શાંત કરતાં માથું પસવાર્યુ."એ કાગળ આવ્યો એને કેટલાં દી' થયાં?""તું બે મહિનાથી તો ત્યાં ઘર ખાલી કરીને આવી,એ પે'લાં કેટલાય દી'થી કાગળ આવ્યો હશે.કોઈને આવવું હોયતો આવી ન જાય? આપણે ક્યાં કોઈને ખર-ખબર્ય આપી!નથી તારાં માવતરીયાઓને ખબર્ય પછી શું ચિંતા કરે? અશ્ર્વિનીબહેનને થોડી શાતા મળી,"તમારી વાત તો સાચી છે ,પણ જ્યાં સુધી આખી હકીકત ખબર ન પડે ત્યાં સુધી ઉચાટમાં જ રહેવાનું ને ,અને જો પૈસાની વાત હશે તો હું અને