વિદેશથી આવતી અને જતી દિકરીઓ માટે બાપની સંવેદના

  • 3.8k
  • 1.4k

કંઇ કેટલાય પુણ્યનું ભાથું ભેગું થાય ત્યારે માત્ર તેવા જ ઘરમાં દિકરીઓ જન્મ ધારણ કરતી હોય છે, સુખનું ભાથું એટલે ઘરમાં થતો દિકરીઓનો કિલકિલાટ, ઉનાળાની ધોમ ધખતી ગરમીમાં પવનની એક હલકી લહેરખી તન મનને ઠંડક પ્રસરાવે તેમ વિદેશથી આવેલી દિકરીની અલપ ઝલપ પણ એક ઠંડા પવનની હલકી લહેરખી સમાન હોય છે, જે દરેક દિકરીના બાપને ખૂબ સુખ પહોંચાડે છે અને આનંદની ધોધમાર અનુભૂતિ કરાવે છે, પરંતુ જ્યારે તે વિદેશ પોતાના ઘેર પાછી ફરે છે ત્યારે એજ સૂકા પવનની લહેરખી દરેક બાપના શરીરને વાગે છે અને ભોંકાય પણ છે, દિકરીના જવાની વાત જ બાપના મનના કોઈ ઉંડા ખૂણે દુઃખનું મંડાણ કરી