ભૂમિતિના વર્ગમા જ્યારે સીધી લીટી દોરવાનું કહ્યું હતું, ત્યારે ખૂબ તકલીફ પડી હતી. બાળપણના એ દિવસો યાદ આવી ગયા. કાયમ લીટી હંમેશા વાંકી દોરાય. શિક્ષકના હાથ હેઠા પડ્યા. ઘરે જઈને વિચાર્યું, આ કંઈ અઘરી વાત નથી. આખી રાત મહેનત કરીને શીખી ગઈ. જીવનમાં આ ઉંમરે પણ આવું જ કશું છે. ખૂબ સિધા રહેવામાં માલ નથી. ટેઢા થવું ગમતું નથી. આજે સંજના આવીને મારી ગોદમાં માથું છુપાવી રડી રહી. તેનું દિલ હળવું થવા દીધું. ‘શું થયું બેટા’ ? ‘મમ્મી વર્ગમાં છોકરી મારો બધો નાસ્તો ઝુંટવીને ખાઈ જાય છે . ‘ ‘ અરે એમાં શું મોટી વાત છે. હું તને બે ડબ્બા