સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-98

(56)
  • 4.8k
  • 4
  • 3.1k

પીનાકીન એની ટોળકી સાથે આશાબારમાં વિદેશી દારૂ પીને ટુન થયો હતો. આજે બધાને જેટલું પીવું હોય એટલું પીવાની છૂટ હતી. વિજયરાવ ચૂંટણી જીતી ગયેલો. એનું આમ પણ વર્ચસ્વ હતું હવે સત્તા હાથમાં આવી હતી. એનો ખાસ માણસ એનો જમણો હાથ જેવો ગણપત દાવડે આશા બારમાં દાખલ થયો. એટલો ઊંચો કદાવર, કાળો મોટી આંખો વાળો સફેદ શર્ટ પેન્ટ હાથમાં કેસરી ખેસ એની એન્ટ્રી થઇ બધા એની પાસે આવી નાચવા લાગ્યાં. ત્યાં વિજયરાવે એન્ટ્રી લીધી.. વિજયરાવે પણ સફેદ શર્ટપેન્ટ સફેદ શુઝ અને હાથમાં સોનાની ચેઇન ગળામાં સોનાની ચેન..બંન્ને હાથની આંગળીઓમાં સોનાની હીરાની વીંટીઓ... એણે ગોગલ્સ ચશ્મા પહેરેલાં એનાં ચહેરા ઉપર વિજયી સ્મિત