ગતાંકથી... રામલાલને હવે વધારે વાત સાંભળવાની જરૂર પણ ન હતી .તે મેનેજરને સલામ કરી બહાર આવ્યો. કાંકરેજ નામનું સ્થળ ક્યાં આવ્યું છે તે તેને ખબર હતી. કાંકરેજ પહેલાના સ્ટેશન પર જ તેમના બનેવી કામ કરતા હતા. ત્યાં તે બહુ વાર ગયો હતો. એટલે કાંકરેજ પહોંચવા માટે તેને વધુ મુશ્કેલી પડે તેમ ન હતું.રામલાલ કાંકરેજ પહોંચવા માટે નજીકના સ્ટેશન તરફ દોડ્યો.હવે આગળ... તે દિવસે સાંજ ઢળવાના સમયે કાંકરેજના નોબેલ હાઉસ નો માલિક આદિત્ય વેંગડું આજે ઘેર નહોતો કોણ જાણે ક્યાં જરૂરી કામ માટે તે બે દિવસથી કલકત્તા ગયો હતો.તેની ગેરહાજરીમાં તક મળતા ગઈ રાત્રે બેસીએ કલકત્તા જનરલ સ્ટોરમાં એક ડઝન રૂમાલ