ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 2

  • 3k
  • 2.1k

છોકરી મારી સામે જવાબની આશાએ જોઈ રહી હતી પણ જ્યારે મારા તરફથી તેને ટગર ટગર જોઈ રહેવા સિવાય બીજો કોઈ પ્રતિભાવ ન મળ્યો ત્યારે તે સહેજ અકળાઈ."મેં પૂછ્યું,લેડીઝ હોસ્ટેલ કઈ તરફ છે?" તેણે ફરી પૂછ્યું. આ વખતે તેના અવાજમાં સહેજ ધાર હતી.સૌરભ મારા વહારે આવ્યો,"આગળ લેફ્ટ જઈને પછી રાઈટ."તે બોલ્યો"થેન્ક્યુ."છોકરી બોલી અને સૌરભને એક સ્મિત આપ્યું.છોકરીની વિદાય પછી આખી ટોળકી મારા ઉપર તૂટી પડી.વિનય તિરસ્કારથી મારી સામે જોઇને બોલ્યો,"આને કહેવાય કે જો ભિખારીને સોનાનું વાટકો આપશો તો એમાં પણ ભીખજ માગશે!"નીરવ બોલ્યો ,"અલ્યા ભાઈ એ વાત સમજી શકાય તેવી છે કે તારી જિંદગીના અઢાર વર્ષમાં કોઈ છોકરીએ તારી સાથે વાત