જનરેશન ગેપ : કોણ જવાબદાર?

  • 3.9k
  • 1.4k

આજના ૨૧મી સદીનાયુગમાં જ્યારે પૃથ્વી અને મંગળ વચ્ચેનું અંતર માત્ર થોડા જ દિવસોમાં ટેક્નોલોજી દ્વારા કાપી શકતો માનવપોતાના અંગત સંબંધોના લાગણીના અંતર કાપી શકતો નથી. જે આજના સમયમાં આપણી સમક્ષ એક વિકટ સમસ્યા છે. જનરેશન ગેપ એ આજના દરેક વ્યક્તિની સમસ્યા સાથે સંક્ળાયેલો છે. આજે ૩૫-૪૦ની વયે પહોંચેલા માતા- પિતા કે જેમણે બ્લેક એન્ડ વ્હાઈટ ટેલિવિઝનથી લઈને ટેબલેટ સુધીની સફર કાપી છેપરંતુ જેમણે જન્મ થતાંની સાથે ટેબલેટને જોયા-વાપર્યા છે તે પેઢી સાથે તેઓ મનનું અંતર કાપી શક્તા નથી. આજે દરેક માતા-પિતાનો એ જ પ્રશ્ન છે કેતેમનું બાળક તેમને સાંભળતું નથીકુટુંબના અન્ય સભ્યો સાથે ભળતું નથીવારંવાર ગુસ્સો કરે છેસતત ખોટું બોલે