A Best Father

  • 3.8k
  • 1
  • 1.5k

"પપ્પા..... પપ્પા.... આમ જુઓ ને મેં કેટલા સરસ અક્ષરે લખ્યું છે, રિધમે ખૂબ જ ઉત્સાહ સાથે તેની નોટબુક ખોલી ને અભિનય ને બતાવી." પણ, અભિનય મોબાઇલમાં એટલો વ્યસ્ત હતો કે તેણે રિધમ તરફ સરખું ધ્યાન ના આપ્યું.ખાલી હા બેટા સરસ છે એમ કહી પાછો મોબાઇલમાં ડૂબી ગયો.'પણ સરખી રીતે તો જોવો પપ્પા'. રિધમ એ થોડી જીદ કરી.'કાલે જોઈશ અત્યારે મમ્મી ને બતાવ જા મને કામ કરવા દે. અભિનયે થોડો ગુસ્સો કર્યો. રિધમને આ ન ગમ્યું.એણે સપનાં પાસે જઈ ને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો.' પપ્પા તો મોબાઈલમાં જ છે મારી નોટ સામે સરખું જોયું પણ નહીં, કેટલી રાહ જોઈ હતી એમની