આપણે બધાને ક્યારેકને-ક્યારેક કોઈને-કોઈ સ્થાને કોઈની હારે પ્રેમ હોય જ છે. એ પછી માતા-પિતાને સંતાન જોડે હોય, કોઈ જ્ઞાનીને જ્ઞાન જોડે હોય, કોઈ કલાકારને કલા જોડે હોય, વગેરે વગેરે... પણ શું વાસ્તવમાં આ પ્રેમ જ છે? મોહ પણ હોઈ શકે. હવે કોઈ પૂછશે કે પ્રેમ અને મોહમાં અંતર શું છે? અંતર છે બંધનનું. જે તમને બાંધે રાખે એ મોહ છે, પ્રેમ નથી. પ્રેમ એ જે તમને મુક્ત કરી વિકાસની તરફ ધકેલે. એક ઉદાહરણથી સમજીએ - કોઈ માતા પિતા પોતાના સંતાનને અન્ય શહેરમાં ભણવા માટે મોકલી ન શકે, પોતાના સંતાનને એના મિત્રો સાથે રમવા ન મોકલે, ચિંતિત રહે કે ક્યાંક એના