શમણાંની શોધમાં - પ્રકરણ 32

(61)
  • 3.4k
  • 1
  • 1.8k

          રીસેપ્શન પર ચાર્મિએ પોતાની આઈ.ડી. બતાવી ડબલબેડ રૂમ બુક કરાવ્યો. શ્યામ જાણતો હતો એ આઈ.ડી.માં ચાર્મિના ફોટા સિવાય કોઈ વિગતો સાચી નહોતી.           રીસેપશન પરના વ્યક્તિએ એમના માટે રૂમ નંબર 103 ફાળવ્યો.           સર્વિસ બોય એમનો સામાન અને રૂમની ચાવી લઈને આગળ વધ્યો. તેઓ એની પાછળ ગયા. રૂમમાં બેડ પર સામાન મુકીને છોકરો નાઈન ફોર રૂમ સર્વિસ કહીને ચાલતો થયો.           ચાર્મિએ દરવાજો અંદરથી લોક કર્યો. શ્યામે બાથરૂમ જઈને ઠંડી હોવા છતાં હાથ અને મોં ધોયા. ચાર્મિએ પણ હાથ-મોં ધોયા. એને કકડીને ભૂખ