જ્યારે જ્યારે ચાંદને જોવું છું, એવું લાગે છે કે પાછા બચપણમાં ચાલ્યો ગયો છું. નાના હતા ત્યારે કેટલી મજા આવતી હતી, ચાંદને મામા કહેવામાં આવતો હતો, અને એને જોવામાં કેટલી મજા આવતી હતી! અમે બધાં પણ આજે પૂનમ હતી તો પરેશના ઘરે હતા, એના ધાબા પર પૂનમના દિવસે તો જાણે કે અલગ જ માહોલ જામે છે, દૃશ્ય એવું કુદરતની મહેરબાનીથી રચાય છે કે કોઈ જો મરવાની પણ ઈચ્છા લઈને અહીં એક પળ પણ આવી જાય તો એને પણ થોડું વધારે જીવી લેવાની લાલચ થઈ આવે! પોતે પણ આ વાતાવરણમાં ભળી જાય અને પોતાનાં બધાં જ દુઃખોને પણ ભૂલીને આ વાતાવરણમાં