જીવન વહો પરોપકાર માટે...

  • 2.3k
  • 2
  • 986

મનુષ્ય જીવન પરોપકાર માટે છે અને હિન્દુસ્તાનના મનુષ્યોનું જીવન ‘એબ્સોલ્યુટિઝમ’ માટે, મુક્તિ માટે છે. હિન્દુસ્તાન સિવાય બહાર બીજા ઈતર દેશોમાં જે જીવન છે, એ પરોપકાર માટે છે. પરોપકાર એટલે મનનેય પારકા માટે વાપરવાનું, વાણીયે પારકા માટે વાપરવાની અને વર્તનેય પારકા માટે વાપરવાનું ! મન-વચન-કાયાએ કરીને પરોપકારો કરવા. ત્યારે કહેશે, મારું શું થશે ? એ પરોપકાર કરે તો એને ઘરે શું રહે ? લાભ તો મળે જ ને ! પણ લોકો તો એમ જ જાણે ને, કે હું આપું તો જતું રહે મારું. આનું ગુહ્ય સાયન્સ શું છે, કે મન-વચન-કાયા પરોપકારે વાપરો તો તમારે ત્યાં હરેક ચીજ હશે. પરોપકાર માટે જો