અધુરી કહાની

  • 3.3k
  • 1.5k

નીલય એ કોલેજની નજીક આવેલા ચાર રસ્તા પાસે પોતાની ગાડી ઉભી રાખી. સાઈડમાં પાર્ક કરી અને ગાડીમાંથી ઉતરી ચાલતા ચાલતા કોલેજ તરફ જવા લાગ્યો. તેની નજર રોડ ઉપર જાણે કંઈક શોધતી હતી. રોડની આજુબાજુ આવેલી નાની જગ્યાઓ જ્યાં કંઈક લખી શકાય ત્યાં કોઈ નામ જાણે તેની આંખો શોધી રહી હતી. ચાલતા ચાલતા તે કોલેજના દરવાજા સુધી પહોંચી ગયો તેના પગ એક ખૂણા પર અટકી ગયા જ્યાં તે અને તેના કોલેજ નું ગ્રુપ બેસી અને મજાક મસ્તી કરતા હતી જ્યાં તેમણે પોતાના જીવનના અમૂલ્ય એવા ચાર વર્ષ વિતાવ્યા હતા. આજે લગભગ જીવનના બે દાયકા પછી કોલેજના મિત્રો ફરી મળવાના હતા .બધાના