રાતના ૧૧ વાગે વિવાન મિસ્ટીને લઈને કાંકરિયા તળાવ આવ્યો, ભીડ સાવ ઓછી ને શાંત વાતાવરણમાં ધીમું સંગીત, પ્રેમ ભર્યા ગીતોને. વિવાનએ હાથ આપ્યો ને મિસ્ટીએ તેનો હાથ પકડી લોધો, ઝગમગતી લાઈટો ચાલુ બંધ થતી ને મિસ્ટી પાળી પર બેસી ગઈ તેના સાથે વિવાન પણ બેસ્યો, વિવાન કઈ બોલે તેની પહેલા આરવનો કોલ આવ્યો. શીટ! વિવાનએ મનમાં કહ્યું ને આરવ પર એને ગુસ્સો આવ્યો.ભાઇ! સુધીર નાસી ગયો છે તમે બંને એટલું જલ્દી અહીંયા આવી જાવ, આરવે ઉતાવળે કહ્યું ને વિવાન ઝડપે ઊભો થઈને મિસ્ટીથી દુર વાત કરવા ગયો.કેવી રીતે નાસી ગયો, તમારા બધામાં અકલનો છાટો નથી, કઈ બાજુના રસ્તા પર ગયા