કાંચી - 7

  • 3.3k
  • 1
  • 2.2k

પણ એક વાત નક્કી હતી... એણે એની વાત થાકી મને વિચારતો કરી મૂક્યો હતો ! હું પણ એ જ વિચારમાં હતો, કે શા માટે સુંદર દેખાતા છોકરા-છોકરીઓ જ વાર્તાના મુખ્ય પાત્રો બને છે...? શું સામાન્ય દેખાતા લોકોને પોતાની કહાની ન હોઈ શકે...?"બાય ધ વે, તું લેખક જેવો લાગતો નથી હોં...!" કહેતા એ હસી પડી.“શું મતલબ, કે લેખક નથી લાગતો..."“ટીપીકલ લેખક કેવો હોય? જેના વાળ લાંબા હોય, દાઢી વધી ગઈ હોય, પેટ સહેજ ફૂલેલું હોય, અને પહેરવેશે લેંઘો-ઝભ્ભો પહેરતો હોય...! આવો કંઇક.." એ ફરી હસવા માંડી. હસતી વખતે એ વધુ સુંદર લાગી રહી હતી. એને હસતી જોઈ હું પણ હસી પડ્યો.અનાયસે