કાંચી - 6

  • 3.5k
  • 1
  • 2.3k

“સો યુ આર બેંગોલી... રાઇટ !?" ઓફીસ બહાર નીકળતાં મેં તેની સરનેમ ‘બેનર્જી’ પરથી વાતનો દોર માંડતા પૂછ્યું.“યસ, પણ છેલ્લા થોડાક સમયથી મુંબઈમાં જ રહું છું...!""હું પણ મુંબઈમાં જ રહું છું... એન્ડ બાય ધ વે, તમારું ગુજરાતી પણ ખુબ સરસ છે...!”“થેંક યુ... મને એ સિવાય પણ ઘણી ભાષાઓ આવડે છે...!"“જેમ કે..?”અને એ એને આવડતી ભાષાઓની ગણતરીમાં પડી...અમે બંને કાર પાસે પહોંચ્યા...“તમે હજી તમને આવડતી ભાષાઓ ગણી રહ્યા છો... !? એટલી તો કેટલી ભાષાઓ આવડે છે તમને...?”"યા, એક્ચ્યુલી હું ગણી જ રહી હતી. મને હિન્દી, ગુજરાતી, બંગાળી, મરાઠી, અંગ્રેજી તો આવડે જ છે, એ ઉપરાંત થોડી થોડી ફ્રેંચ અને સ્પેનીશ પણ