પ્રણય પરિણય - ભાગ 49

(28)
  • 4.6k
  • 2
  • 2.9k

પ્રણય પરિણય ભાગ ૪૯વૈભવી અને ગઝલ ઘરે જવા નીકળ્યા. એ લોકો ગયા પછી દસ જ મિનિટમાં વિવાન પાર્ટીમાં આવ્યો. ગઝલએ મોકલેલા કપડાં પહેરીને એ આવ્યો હતો. તેણે પાર્ટીમાં બધે નજર ફેરવી.'અરે! આવ આવ વિવાન..' તેને જોઈને હીરાલાલ સામે ગયાં.'ગુડ ઇવનિંગ અંકલ..''ગુડ ઇવનિંગ બેટા, કેમ લેટ થઈ ગયું?' હીરાલાલે પૂછ્યું.'મુંબઈનો ટ્રાફિક..' વિવાન હસતાં હસતાં બોલ્યો.'હમ્મ.. કમ.' ઝવેરી અંકલ તેને પાર્ટીમાં લઈ ગયા. તેની નજર ગઝલને શોધી રહી હતી. હીરાલાલ ઝવેરી તેને બધા સાથે મળાવી રહ્યા હતા. વિવાન મન વગર બધાને મળી રહ્યો હતો. બધાને મળીને તે દાદી પાસે ગયો.'તું ક્યારે આવ્યો?' દાદીએ આશ્ચર્યથી પુછ્યું.'થઇ દસ પંદર મિનિટ, ગઝલ ક્યાં.' વિવાન આજુબાજુમાં