ચારિત્ર્ય મહિમા - 9

  • 1.6k
  • 844

(9) ૨૭ : પ્રવાસને પંથે માનવજીવનમાં પ્રવાસનું સ્થાન અનેરૂ અને અગત્યનું રહેલું છે. પ્રવાસથી નવું નવું જાણવાનું, જોવાનું મળે છે. અવનવા અનુભવો પણ થાય છે. પ્રાચીન ભારતની સંસ્કૃતિ સભ્યતાના દર્શન થાય છે. તે સમયની સ્થાપત્યકલા, વાસ્તુકલા, કાષ્ટકલાની સાથે સંગીતકલાની ભવ્યતાનો સુંદર પરિચય પામી રહેવાય છે. મનુષ્યની દૃષ્ટિ વિશાળ બને છે. બુદ્ધિ ચાતુર્ય પ્રતિભા ખીલી રહે છે. ચારિત્ર્ય બાંધવામાં તે મદદરૂપ થાય છે. પ્રવાસમાં જતાં અગાઉ જે તે સ્થળ અંગેની સંપૂર્ણ માહિતી મેળવી રહેવી એ સંસ્કારિતા છે. જ્યારે તેને તાદ્દશ્ય નિહાળીએ ત્યારે તેની ધન્યતાની અનુપમ અનૂભૂતિ થઇ રહે છે. પ્રવાસમાં એક નોંધપોથી અવશ્ય રાખવી એ સંસ્કારિતા છે. જે તે સ્થળની ઐતિહાસિક