ચારિત્ર્ય મહિમા - 2

  • 1.8k
  • 952

(2) ૩ : બાળકોનું ઘડતર આજે નાના બાળકથી માંડી યુવાનો સ્વચ્છંદે ચઢી, ખરાબ દોસ્તોની સોબત અપનાવી, અનેક કુટેવો સાથે વ્યસનોમાં સપડાઇ, ગેરમાર્ગે વળી, જીવન વિકાસ રૂંધી, વિનાશ નોતરી રહ્યા છે ત્યારે આજના વડીલો અને મા બાપોની જવાબદારી તેમજ ફરજ બની રહે છે કે પોતાના બાળકના ઘડતર અંગે વેળાસર ચિંતિત બની, તેઓનું જીવન બરબાદ થતું અટકાવી, ઉન્નત બનાવી રહેવા કંઇક પ્રયત્નશીલ બની રહેવું જોઇએ. કહેવત છે કે “જેવી ટેવ પાડીએ એવી પડે” નાનપણથી જ આપણે એવી ટેવ પાડીએ કે જે સર્વને અનુકુળ થઇ રહે. સાથે આપણને તેનાથી સંતોષ અને શાંતિ મળે. સદાચાર અને ચારિત્ર્યને ગાઢો સંબંધ છે. બંન્નેમાં સદ્‌ગુણો રહેલાં છે