લેખક જગદીશ ઉ. ઠાકર (1) નિવેદન આજના મનુષ્યોમાં સદ્ગુણોનો અભાવ જોઇ શકીએ છીએ. સારા ચારિત્ર્યવાળા મનુષ્યો ભાગ્યેજ માલુમ પડે છે. આજના મનુષ્યો સદ્વ્યવહારથી વર્તે ખરા? આજના મનુષ્યોમાં દુર્ગુણોની દુર્ગંધ છે. નર્યા ભ્રષ્ટાચારમાં ખદબદતો રહે છે. ત્યાં મનુષ્યને સુચારિત્ર્યની મહત્તા ક્યાંથી સમજાય? ચારિત્ર્યવાળા મનુષ્યો છે ત્યાં ધર્મ, સત્ય, સત્કાર્યતા રહેલી છે. માનવતા રહેલી છે. ત્યાં તે જ છે, ધન છે. સુચારિત્ર્ય વગરનો મનુષ્ય નિર્બળ છે. તેજહીન છે. ત્યાં અસત્ય છે, સ્વાર્થ છે. દંભ ને અભિમાન છે. અહીં પ્રસ્તુત વાર્તા પરથી સુચારિત્ર્યની મહત્તા માલુમ પડશે. એક વખત ઇન્દ્રરાજા બ્રાહ્મણનું રૂપ લઇ, પ્રહ્લાદ પાસે જઇ, પ્રણામ કરી કહેવા લાગ્યા. “હે રાજન મને સુખ,