(સેમ્ભી.. નામથી જ ખ્યાલ આવી જાય કે કોઈ પછાત વર્ગની સ્ત્રી હશે.. હા મારી આ વાર્તા નું મુખ્ય પાત્ર જ છે સેમ્ભી. ચાલો તો મારી આ વાર્તા ની શરૂઆત કરું હું આશા રાખું છું કે આપ સૌને આ વાર્તા ગમશે.) નાનપણ તો સેમ્ભી નું ગાયો અને ભેંસો ચરાવવામાં જ વીત્યું. સાંજ પડે એટલે તેની કાકી અને ફુઈ સાથે ગાય ભેંસો દોહવામાં મદદ કરે દૂધના બોઘણા માંથી મોટા કેનમાં ઠલવે અને એ બધું દૂધ ડેરીએ પહોંચાડવામાં સેમ્ભી ના કાકા જાય અમે એ પોતાના છકડો રીક્ષા લઈને એ દૂધ વેચવા નીકળી જાય સેમ્ભી ના જન્મ થતા જ તેની માતાનું તો મૃત્યુ થયું