સવાઈ માતા - ભાગ 41

(16)
  • 3.5k
  • 2
  • 2.4k

લીલાએ રામજીનાં ભાઈ-બહેનને માટે બીજી થોડી ચા બનાવી જેને ધીમે-ધીમે પીતાં તેમણે ટાઢ ઉડાડી. ત્યારબાદ શયનખંડનાં પેટીપલંગમાંથી બીજાં થોડાં ગોદડાં અને રજાઈઓ કાઢ્યાં જેને ઓઢી પાથરી બધાંય બેઠકખંડ અને શયનખંડમાં વહેંચાઈને સૂતાં. આમ તો બહાર વરસાદ થંભવાની કોઈ સંભાવના દેખાતી ન હતી અને રામજી પણ બહાર હતો એટલે લગભગ કોઈનીયે આંખોમાં ઊંઘ નહોતી. આખીય રાત ધીમો ગણગણાટ ચાલી રહ્યો. છેક સવારે પાંચ વાગ્યે દરવાજે ઘંટડી વાગી. લીલાએ સફાળા ઊભાં થઈ દરવાજા ભણી દોટ મૂકી. નટખટ અમુ તરત જ ટહૂકી, "જો ભઈ આયો લાગે છે, ભાભી કેવી દોડી?" હંમેશા પોતાને મેઘજીની વહુનાં નાતે ભાભી કહેતી અમુનાં આજનાં બોલવામાં લીલાને કાંઈક જુદો