સ્વપ્નસૃષ્ટિ વોટરપાર્ક - એક દિવસીય પિકનિક સ્થળ

  • 3k
  • 1.2k

ગઈકાલે સ્વપ્નસૃષ્ટિ વોટર પાર્કની મુલાકાત લીધી. ગાંધીનગરથી 18 કિમી અને અમદાવાદ શીલજ ક્રોસિંગ એસ.પી. રીંગ રોડથી 55 કિમી છે, સવા કલાક જેવો સમય લાગે છે.ત્યાં સવારે 11 થી પાર્ક શરૂ થાય છે અને બપોરે દોઢ થી બે બંધ રહી સાંજે 4.30 સુધી ચાલુ રહે છે. પાર્કમાં કાર માટે વિશાળ પાર્કિંગ છે. ટિકિટ વ્યક્તિદીઠ સાઈટ પર 500 બતાવે છે પણ રવિવાર અને રજાના દિવસે 800, અન્ય દિવસે 700 રૂ. છે.પાર્કમાં વોટર રાઇડ્સ માટે લેડીઝે કોઈ અલગ ડ્રેસ પહેરવો જરૂરી નથી, માત્ર નાયલોન બેઝ હોય તો રાઇડ માં અવરોધ રૂપ ન બને એટલે સારો રહે કોટન હોય તો ફસાઈને ફાટી ન જાય.