(૧) ચૂપ બેહોશ હાલતમાં વાસંતીબા પથારીમાં પડ્યાં હતાં, આખો પરિવાર ચિંતામગ્ન ચહેરે તેમના પલંગની આસપાસ વીંટળાયો હતો.પતિ,દીકરો-વહુ, દીકરી-જમાઈ અને તેમના સંતાનો,વાસંતી બાનો હર્યોભર્યો પરિવાર હતો અને અત્યારે દરેક કુટુંબીજન બાના રૂમમાં ચિંતા સાથે ભેગા થઈ ગયા હતા. રૂમમાં અકળાવનારી શાંતિ હતી.અચાનક એ શાંતિને ચિરતો વાસંતી બાનો બડબડાટ સૌને ચોંકાવી ગયો. કોઈક ધીમે થી બોલ્યું"બાને સનેપાત ઉપડ્યો લાગે છે."સૌ સાંભળવાની કોશિશ કરવા લાગ્યા."ચૂપ...વાસંતી.. લો થ..ઈ ગ..ઈ ચૂપ... પણ મારું મ...ન મ ન ચીસો પા..ડે છે...કે'વુ છે.. મારે પણ ઘણું બધું કે'વુ છે...."ધીમા અવાજે બા જે તૂટક તૂટક વાક્યો બોલતા હતા તે સાંભળીને તેમની એકદમ નજીક ઉભેલા પપ્પાનો ચહેરો ફીક્કો પડવા માંડ્યો.પપ્પાને