સવાઈ માતા - ભાગ 40

  • 2.7k
  • 1
  • 1.8k

સૂતી વેળાએ લીલાનાં મનમાં અનેક વિચારોનાં ઘાટાં-ઘેરાં વાદળો ઉમટ્યાં. હાલ તેની નોકરીના પગારનો એક મોટોભાગ મેઘજીનાં માતા-પિતાને તે આપતી હતી જેમાંથી તેમને ખેતી વધુ સારી રીતેયકરવા ટેકો મળતો હતો. પાછલાં વર્ષોમાં મેઘજીએ પણ મોકલેલ રકમથી જ નાની બહેન અને એક ભાઈનાં લગ્ન પ્રસંગો ઉકેલાયાં હતાં. તે વિચારી રહી કે, "તેમનો દીકરો તો ગયો, પાછળ ઉંય તે પૈણી જાંવ, તો આ આવક તો બંધ જ થઈ જશે. ભલેને રામજી ક્યે, પણ મારથી કેમ કરી મેઘજીન ઘેર પૈહા મોકલાય?" ત્યાં જ તેનાં મનમાં એક નવા જ વિચારનો ફણગો ફૂટ્યો, "મેઘજીનાં નાના ભૈ ને આંય નોકરીની વાત તો કરાય જ ને? ઈય તે