રેટ્રો ની મેટ્રો - 32

  • 2.7k
  • 954

રેટ્રોની મેટ્રો સફર રેટ્રો ચાહકો માટે લઈને આવી છે વાત- લતા, માલા, ચંદ્રમુખી, પુષ્પા, મધુમતી, માધવી, રાધા અને ધન્નોની....ન સમજ્યા? અરે ...વિવિધ ફિલ્મોમાં આ તમામ ભૂમિકાઓ ભજવનાર અભિનેત્રી છે વૈજયંતીમાલા અને આજે રેટ્રો ની મેટ્રો સફર આપણે કરીશું અભિનેત્રી વૈજયંતીમાલા સાથે.તો યાદ આવ્યું ને? "બહાર" ફિલ્મમાં લતા, "નાગિન" ની માલા, "દેવદાસ"ની ચંદ્રમુખી, "કઠપુતલી" ની પુષ્પા, "મધુમતી" ની મધુમતી માધવી અને રાધા,.... રાધા "સંગમ"માં પણ ખરી અને "ગંગા જમુના" ની ધન્નો.. આહા.... કેટલી વૈવિધ્યસભર ભૂમિકાઓને સુપેરે ન્યાય આપ્યો છે વૈજયંતિમાલાએ.ભારતીય સિનેમાની અભિનેત્રી,ભરતનાટ્યમ ડાન્સર, કોરિયોગ્રાફર,કર્ણાટક સંગીતના ગાયિકા,સાંસદ અને ભારતીય સિનેમાના પ્રથમ મહિલા સુપરસ્ટાર..... સિનેમા ઉપરાંત જીવનમાં પણ,તેમણે અનેક ભૂમિકા ઓ સફળતાપૂર્વક ભજવી.વૈજયંતીમાલા