રામનામ - 8

  • 1.8k
  • 744

(8) ૪૦. પ્રાર્થનાપ્રવચનોમાંથી ૧. રામનામ - એનાં નિયમ અને શિસ્ત પોતાના પ્રાર્થનાપ્રવચનમાં ગાંધીજીએ કહ્યું કે શરીરની બીમારીમાં રામનામ માણસને સહાયરૂપ થાય છે. પણ એને અંગેના નિયમો તેમ જ શિસ્ત તેણે પાળવાં જોઇએ. અકરાંતિયાની માફક ખાઇ માણસ ‘રામ રામ’ કરે અને પેટનો દુખાવો ન મટે તો મારો વાંક ન કાઢી શકે. વળી રામનામ લેતો કે મુક્તિની આશા ન રાખી શકે. જેઓ આત્મશુદ્ધિને માટે જરૂરી નિયમપાલનને માટે તૈયાર હોય તેમને માટે જ રામનામનો ઇલાજ છે. મુંબઇ, ૧૫-૩-૧૯૪૬ ૨. રામબાણ ઇલાજ ઊરુળીકાંચનમાં પ્રાર્થનાસભાને સંબોધીને ગાંધીજીએ કહ્યું કે, શરીરના તેમ જ મનના સર્વ આધિવ્યાધિને માટે રામધૂન રામબાણ ઇલાજ છે. વળી ઔષધોથી માણસને સાજો કરવાની