રામનામ - 7

  • 1.6k
  • 760

(7) ૩૪. રામનામ વિશે સમજનો ગોટાળો એક મિત્ર લખે છે : “મલેરિયાના ઇલાજ તરીકે તમેબતાવેલા રામનામના ઇલાજને વિશે મારી મૂંઝવણ એવી છે કે મારા શારીરિક વ્યાધિઓને માટે મારાથી એક આધ્યત્મિક શક્તિનો આધાર કેમ લેવાય તે હજી મારી સમજમાં બેસતું નથી. વળી, રોગમાંથી મુક્ત થવાને માટે હું લાયક છું કે નથી અને મારા દેશનાં ભાઇબહેનો આટલા બધા દુઃખમાં સબડે છે તે વખતે મારી મુક્તિને માટે પ્રાર્થના કરવામાં હું વાજબી છું કે નથી એ વિશે મને ખાતરી નથી. જે દિવસે રામનામનું રહસ્ય હું પામીશ તે દિવસે તેમની મુક્તિનેખાતર હું પ્રાર્થના કરીશ. નહીં તો મને એમ લાગ્યા કરશે કે, આજે હું જેટલો સ્વાર્થી