(6) ૨૮. ઊરુળીકાંચનમાં કુદરતી ઉપચાર કુદરતી ઉપચારમાં બે પાસાં છે : એક, ઇશ્વરશક્તિ. એટલે કે રામનામથી રોગ મટાડવા, અને બીજું, રોગ થાય જ નહીં એવા ઇલાજ લેવા. મારા સાથીઓ લખે છે કે, કાંચન ગામના લોકો સ્વચ્છતા જાળવવામાં મદદ કરે છે. જ્યાં શરીરની ચોખ્ખાઇ, ઘરની સફાઇ અને ગામની સ્વચ્છતા હોય, યુક્તાહાર અને ઘટતી કસરત હોય, ત્યાં ઓછામાં ઓછા રોગ થાય છે. અને ઉપર ગણાવેલી સફાઇ સાથે દિલની સફાઇ હોય, તો રોગ અસંભવિત બની જાય, એમ કહી શકાય. દિલની સફાઇ રામનામ વગર ન થાય. આટલી વાત ગામડાંના લોકો સમજી જાય તો વૈદ, હકીમ કે દાક્તરની જરૂર રહેતી નથી. કાંચનમાં ગાયોની સંખ્યા નહીં