રામનામ - 4

  • 1.8k
  • 1
  • 842

(4) ૧૯. રામનામ અને નિસર્ગોપચાર બીજી બધી બાબતોની માફક કુદરતી ઉપચારનો મારો ખ્યાલ પણ ક્રમે વિકાસ પામતો ગયો છે. વળી વરસોથી હું માનતો આવ્યો છું કે માણસ પોતાના અંતરમાં ઇશ્વરના પ્રત્યક્ષ વાસનો અનુભવ કરતો હોય અને એ રીતે તેણે કામક્રોધાદિ ઇન્દ્રિયોના આવેગો વિનાની જીવનની દશા સિદ્ધ કરી હોય તો લાંબા આયુષ્યની આડે આવતા સર્વ અંતરાયોને તે ઓળંગી જાય. જીવનના અવલોકનને તેમ જ ધર્મશાસ્ત્રોના વાચનને આધારે હું એવા ચોક્કસ અનુમાન પર આવ્યો છું કે ઇશ્વરની અદૃશ્ય સત્તા વિશે માણસની પૂરેપૂરી શ્રદ્ધા બેસે અને તે કામક્રોધાદિ આવેગોથી મુક્ત થાય ત્યારે તેના શરીરનું અંદરથી રૂપાન્તર થાય છે. માત્ર ઇચ્છા રાખવાથી આ દશા સિદ્ધ