રામનામ - 3

  • 1.8k
  • 863

(3) ૧૧. રામનામની હાંસી સ૦-બનારસની રામનામ બૅન્ક, રામનામ છાપેલું કાપડ, જે રામનામી કહેવાય છે, તે પહેરવું અથવા શરીર પર રામનામ લખીને ફરવું, એ રામનામની હાંસી નથી ? અને એમાં આપણું પતન નથી ? આ પરિસ્થિતિમાં રામનામનો પ્રચાર કરીને આપ આ ઢોંગી લોકોના ઢોંગને ઉત્તેજન નથી આપતા ? અંતઃપ્રેરણાથી નીકળતું રામનામ જ રામબાણ થઇ શકે, અને હું માનું છું કે આવી અંતઃપ્રેરણા સાચા ધાર્મિક શિક્ષણથી જ મળશે. જ૦-આ વાત સાચી છે. આજકાલ આપણામાં વહેમ અને દંભ એટલાં વધી ગયાં છે કે, સાચું કામ કરતાં પણ ડરવું પડે છે. પણ આમ ડરતા રહીએ તો સત્યનેયે છુપાવવું પડે. એટલે સોનેરી નિયમ તો એ