રામનામ - 1

  • 2.9k
  • 1.4k

ગાંધીજી (1) પ્રકાશનું નિવેદન રામનામ વિશેની શ્રદ્ધાંનું બીજ ગાંધીજીના અંતરમાં રોપનાર તેમની દાઇ રંભા હતી. એ વિશેની ઉલ્લેખ ગાંધીજીએ પોતે’આત્મકથા’ માં કર્યો છે. બચપણમાં અંતરમાં રોપાયેલું એ બીજ ગાંધીજીની સાધનાનાં વર્ષો દરમિયાન ઉત્તરોત્તર વિકસતું ગયું. આધ્યત્મિક, માનસિક અને શારીરિક, ત્રણે પ્રકારની મુશ્કેલીઓમાં રામનામ માણસનો સૌથી મોટો આધાર બને છે એવી શ્રદ્ધા ગાંધીજીએ પોતાનાં લખાણોમાં વારંવાર વ્યક્ત કરી છે. છેવટનાં વર્ષોમાં નિસર્ગોપચારનું કામ માથે લીધા બાદ તેમણે ઘણી વાર લખ્યું છે કે શરીરના વ્યાધિઓને શમાવવાનો રામબાણ કુદરતી ઇલાજ રામનામ છે. રામ નામ વિશેની ગાંધીજીની આ શ્રદ્ધા વ્યક્ત કરનારાં લખાણોનું શ્રી ભારતન કુમારપ્પાએ અંગ્રેજીમાં સંપાદિત કરેલું પુસ્તક નવજીવન કાર્યોલયે પ્રસિદ્ધ કર્યું છે.