ભૂતનો ભય ૭- રાકેશ ઠક્કર માની મમતા અલ્વર પર રાત્રે પિતાનો ફોન આવ્યા પછી ઘરે પાછા ફરવું જરૂરી હતું. માતાની તબિયત એકદમ વધારે લથડી હતી. પિતાની વાત પરથી લાગતું હતું કે એ કેટલો સમય કાઢી શકશે એનો ભરોસો નથી. અલ્વર પોતાના ઘરથી ૨૦૦ કિલોમીટર દૂર મિત્રને ત્યાં આવ્યો હતો. મિત્ર બંજલનું ઘર જંગલ વિસ્તારમાં હતું. એણે વહેલી સવારે નીકળવાનો આગ્રહ કર્યો:‘અલ્વર, આટલી રાત્રે કાર લઈને નીકળવું જોખમભર્યું છે. ઊંઘનું ઝોકું આવી જાય તો અકસ્માત થઈ શકે. રાત્રે ચોર- લૂંટારા પણ ફરતા હોય છે. વળી અમારા ઘરથી દસ કિલોમીટર સુધીનો જંગલ વિસ્તાર છે....એમાંય વચ્ચે ગાઢ જંગલ છે.’ બંજલના મોંમાં ‘ભૂત-પ્રેતનો ખતરો’