સવાઈ માતા - ભાગ 38

  • 3.2k
  • 1
  • 2k

રમીલાને આજે લીલાને મળવાનું ઘણુંય મન હતું પણ હવે તેની પાસે સમય ન હતો. વળી, મોટી મા એ તેને કહ્યું હતું કે લીલાને થોડાં દિવસ રામજીના પરિવારની વચ્ચે રહેવા દેવી જરૂરી છે. માટે તેને ચાર - પાંચ દિવસ બોલાવીશ નહીં. રમીલાનો પણ ઘણો સમય યોગિતા અને ભૈરવી સાથે ગયો હતો. આજે સવારથી જરાય આરામ થયો ન હતો. તે બધાંની રજા લઈ ઘરે જવા ઉપડી. મેઘનાબહેને તેને હંમેશ મુજબ કહ્યું , "સાચવીને ગાડી ચલાવજે." તેણે સસ્મિત માથું હલાવ્યું. સમીરભાઈએ તેને કહ્યું, "ઘરે પહોંચીને તરત જ ફોન કરજે." તેણે આ અપેક્ષિત વાક્ય પુરું થતાં ફરી માથું હલાવ્યું. ફરી એક વખત નિખિલે અનુભવ્યું