સવાઈ માતા - ભાગ 37

  • 2.9k
  • 1
  • 1.9k

આખાં અઠવાડિયાની આૅફિસ અને કૉલેજની બેવડી દોડધામ પછી આજે શનિવારની રજામાં મોડે સુધી સૂઈ રહેવાની રમીલાની પ્રબળ ઈચ્છા હતી પણ તે ઈચ્છાને આજે પ્રબળતાથી દબાવી આવતીકાલ ઉપર ખો આપી દઈ તે ઊઠી. એક તો સમુ - મનુને શાળાએ જવાનું હતું, પિતાજીને પણ જવાનું હતું અને તેણે આજે મોટી મા ને મળવા જવાનું હતું. વળી, લીલા પણ આજથી અહીં ન હતી એટલે મા ને પણ મદદ કરવાની હતી. સાવ પહેલાં ધોરણમાં ભણતી હતી અને મા નો સાથ છૂટ્યો હતો તે આજે હવે ફરીથી મળ્યો હતો. મા સાથે બેસીને ચા પીતાં તે વિચારી રહી, "સાવ પહેલાં ધોરણમાં હતી ત્યારે જ મા નો