પ્રણય પરિણય - ભાગ 48

(23)
  • 4.5k
  • 3.1k

પ્રણય પરિણય ભાગ ૪૮વૈભવી ફઈ અને દાદી હજુ આશ્ચર્યથી ગઝલ સામે જોઈ રહ્યાં હતાં. ગઝલને ખૂબ શરમ આવી. તે દોડીને બેડરૂમમાં જતી રહી. તેની ત્યાંથી ભાગવાની ઉતાવળ જોઈને દાદી અને વૈભવીને ખૂબ હસવું આવી રહ્યું હતું.'આ છોકરાઓ પણ ક્યારે શું કરે એનુ કંઈ નક્કી નહીં.' વૈભવી ફઈ બોલ્યા.'વિવાનને ખરેખર અમૂલ્ય હિરો મળ્યો છે' દાદી પોરસથી બોલ્યા. 'હાં તો.. કેવા સુંદર દેખાય છે બેઉ એકબીજા સાથે. જાણે રાધા કૃષ્ણની જોડી..' 'હે ભગવાન! તેમનો પ્રેમ હંમેશાં ફળતો ફૂલતો રહે એવું કરજે..' દાદી ભગવાન સામે હાથ જોડીને બોલ્યા.આ બાજુ, ગઝલ દોડીને તેની રૂમમાં આવી. તેણે ફટાફટ દરવાજો બંધ કર્યો અને દરવાજાને પીઠ ટેકવીને