માંન્યાની મઝિલ ચેપ્ટર - 14

  • 2.4k
  • 1
  • 1.4k

અંશુમનને મળવા માટે પિયોનીએ હા તો પાડી દીધી પણ અંદરોઅંદર તેનું મન અંશુમનનો સામનો કરવા માટે ડરી રહ્યું હતું. એકવાર તો તેને વિચાર આવ્યો કે તે અંશુમનને મળીને પોતાની સચ્ચાઈ જણાવી દે પણ બીજી બાજૂ તે એ વિચારથી ડરી ગઈ કે અંશુમન નારાજ થઈ જાય અને કાયમ માટે તેની ફ્રેન્ડશિપ તોડી નાંખે તો? આ દિવસે અંશુમનને નારાજ કરવું પિયોનીને પોસાય તેમ નહોતું. તેથી મન સાથે ઘણું મનોમંથન કર્યા બાદ તેણે બધું નસીબ પર છોડી દીધું અને વિચારોના વમળમાંથી બહાર આવીને તે અંશુમનની બર્થ ડેની તૈયારીઓમાં લાગી ગઈ.હવે તો અંશુમનને મળવા જવાનું હોવાથી પિયોનીએ નક્કી કરી લીધું કે તે અંશુમન માટે