શમણાંની શોધમાં - પ્રકરણ 29

(62)
  • 3.2k
  • 2
  • 1.7k

          “ચાર્મિ, તું..?” એ પંજાબી ડ્રેસવાળી યુવતીએ કહ્યું.           “હા, મેં. કી હાલ હે...?” ચાર્મિ અંદર પ્રવેશતા કહ્યું.           “ચંગા...” શ્યામ તરફ જોઈને એ યુવતીએ કહ્યું, “આ જાઓ.”           એ દસ બાય દસની રૂમ હતી. રૂમમાં એક બેડ હતો. બેડની બાજુમાં ખૂણામાં ગેસ સ્ટવ અને થોડાક વાસણ આભાસી કિચનનું દ્રશ્ય ઉભું કરતા હતા. બીજા ખૂણામાં ટોઇલેટ કમ બાથ રૂમ હશે. પાણીથી ફોગાઇ ગયેલો દરવાજો બાથરૂમ હોવાનો સંકેત કરતો હતો. નાનકડી રૂમમાં કિચન હોય નહિ એટલે એકલા રહેનારા આમ જ વ્યવસ્થા ઉભી કરીને ચલાવી લે