માંન્યાની મઝિલ ચેપ્ટર - 13

  • 2.3k
  • 2
  • 1.3k

જોતજોતામાં પિયોની ઉર્ફ માન્યા અને અંશુમનની ફ્રેન્ડશિપ થયાને એક મહિનો થઈ ગયો હતો. આજે વહેલી સવારે પિયોનીની ઊંઘ ઉડી ગઈ. ઘરમાં પણ હજી તો કોઈ જાગ્યું નહોતું. તેણે ફરી ઊંઘવાનો ટ્રાય કર્યો પણ ઊંઘ ના આવતા તેણે કોમ્પ્યુટર ચાલુ કરીને માન્યાનું ફેસબુક અકાઉન્ટ ખોલ્યું. તેણે અંશુમન સાથેની ચેટ વાંચવાનું ચાલુ કર્યું. તે વિચારી રહી કે, 'કેવો દિવસ હતો એ કે જ્યારે અંશુમનની ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરવી કે નહીં તેના માટે પણ હું કન્ફ્યુઝ હતી અને અત્યારે તે મારો બેસ્ટ ફ્રેન્ડ બની ગયો છે.પિયોની અંશુમનની ટાઈમલાઈન પર ગઈ અને ફરી તેના ફોટોઝ જોવા લાગી અને અચાનક તેની નજર અંશુમનની ટાઈમલાઈન પર