માંન્યાની મઝિલ ચેપ્ટર - 12

  • 2.7k
  • 1
  • 1.5k

અંશુમનનો ફોન જોઈને પિયોનીની આંખો પહોળી થઈ ગઈ. તેણે જે હાથમાં મોબાઈલ પકડ્યો હતો તે હાથ ધ્રુજવા લાગ્યો. હું શું વાત કરીશ? કેવી રીતે વાત કરીશ? ફોન ઉપાડીને હું શું કહું? શું બોલું? 5 સેકન્ડમાં તો પિયોનીના મગજમાં વિચારોનું વમળ ઉઠી ગયું? હજી પણ ફોન વાઈબ્રેટ થઈ રહ્યો હતો. પિયોનીએ ધ્રુજતા હાથે ફોનનું ગ્રીન બટન દબાવ્યું. સામેથી અવાજ સંભળાયો. હાય ડિયર...' 'હાય, હાઉ આર યુ? પિયોની ધ્રુજતા સ્વરે બોલી. 'આટલું ફોર્મલ વેલકમ માન્યા? મને તો લાગ્યું કે ફર્સ્ટ ટાઈમ મારો અવાજ સાંભળીને તુ બહુ ઉત્સાહમાં આવી ગઈ હોઈશ બટ આઈ થિંક તને મારો અવાજ એટલો ક્રેઝી નથી લાગ્યો કે પછી