ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 15

  • 3.3k
  • 2
  • 1.7k

અભિમન્યુ જેવો જમીલ ભાઈ તરફ આગળ વધ્યો ત્યાં, એકાએક જમીલ ભાઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યાં હતાં. અભિમન્યુએ પોતાની કમરે રાખેલી ગન લોડ કરી અને આસપાસ નજર કરી. જમીલ ભાઈ છેલ્લો શ્વાસ લઈ રહ્યાં હતાં. દિવાલના સહારે એ પીઠ ટેકાવીને પડ્યાં હતાં. ઝડપભેર દોડીને એમની પાસે ગયો. આસપાસ નજર કરી પણ કોઈ વ્યક્તિ દેખાયું નહીં. અભિમન્યુને પાસે આવતા જોઈ જમીલ ભાઈએ એને ત્યાંથી ચાલ્યાં જવાનો ઈશારો કર્યો. " કોણે કર્યું આ બધું ? જમીલ ભાઈ બોલો જલ્દી! કોણે કર્યું ? " અભિમન્યુએ જમીલ ભાઈનાં પેટ પર લાગેલાં ચાકુ પર પોતાનો રૂમમાં રાખીને વહેતાં લોહીને રોકવાનો પ્રયત્ન કરતાં સવાલ કર્યો. "