સથવારો.....સંબંધો ભાગ્યનાં - 10

  • 2.2k
  • 1.2k

ગુલમહોર●●●●□□□□□●●●●●□□□□●●●●●□□□□●●●●અશ્ર્વિનીબહેન ગયા ત્યારે સાકરમા માટે નાની-મોટી તમામ વ્યવસ્થા કરતાં ગયાં હતાં,સાડીઓની પણ.બંને બાજું ઉચાટ હતો.અમોઘા તો આ બંનેનો સ્પર્શ જ ઓળખતી,જાણે નાળનો જ સબંધ.એની દેખરેખમાં કોઈ વધારે યત્નો નહોતા કરવાપડતાં.અશ્ર્વિનીબહેન ત્યાં ગયાં અને એક બે દિવસમાં જ ગોઠવાઈ ગયાં.નવી સંસ્થા હતી અને પોતે જ કર્તા હર્તા. ટ્રસ્ટી તો છેક ત્રીજા દિવસે મળ્યાં,ત્યાં એમનું સ્વાગત કરવા યતીન ભાઈ હતાં ,જે બધું સંચાલન કરતાં,શાળા નવી અને નવું સત્ર ચાલું થવાને વાર હતી ,ઉનાળું વેકેશન ચાલતું હતું,કોઈ વિદ્યાર્થી હતાં નહીં.અશ્ર્વિનીબહેનને ફાળવેલું રહેણાંક સૌથી અલાયદું અને મોટું હતું.મનમાં પત્રનો જવાબ શું આવશે?અમોઘાને પરત કરવી પડે તેવો ઉચાટ,અને અત્યારે સંકુલમાં ખાસ ચહલપહલ નથી ત્યાં સાકરમા