પિંકુનો પ્રધાનમંત્રીને પત્ર

  • 3.4k
  • 2
  • 1.2k

પિંકુનો પ્રધાનમંત્રીને પત્ર નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? ઉનાળુ વેકેશન હવે પૂર્ણતાના આરે છે. હજુ તમારી પાસે ઘણો સમય છે. હાલના યુગમાં મોબાઈલનું વર્ચસ્વ વધી ગયું હોઈ હાલ તમે કદી કોઈને પત્ર લખતાં નથી. અત્યારે તો એક જ સેકન્ડમાં જે સંદેશો મોકલવો હોય તે સામે પહોંચી જાય છે. પરદેશ રહેતી વ્યક્તિને પણ વોટસએપ મારફતે કે અન્ય ઘણાં ઝડપી સંચાર માધ્યમો છે જેમકે, ઈમેલ. પહેલાંના સમયમાં લોકો પત્રો દ્વારા એકબીજાને સંદેશા લખી મોકલાવતા. બાળકો અત્યારે તમે પણ પરીક્ષા સિવાય પત્રલેખન કરતાં નથી. ખૂબ જ ઓછો મહાવરો છે પત્રલેખનનો. બાળકો આ વર્ષે ધોળાકૂવા ન. પ્રા. શાળા નંબર ૩૧,